Saturday, December 21, 2024
Google search engine
Homeજાણવા જેવુંબેંક તરફથી કોઈ મેસેજ આવે તો સાવધાન, ક્રેડિટ પોઈન્ટ રીડિમ કરવા કોઈ...

બેંક તરફથી કોઈ મેસેજ આવે તો સાવધાન, ક્રેડિટ પોઈન્ટ રીડિમ કરવા કોઈ મેસેજ આવે તો સાવધાન, આવી ફેક લિંક પર ક્લિક કરતાં જ હેકર્સ તમારા પૈસા ચાઉં કરી જશે

 બેંક તરફથી કોઈ મેસેજ આવે તો સાવધાન, ક્રેડિટ પોઈન્ટ રીડિમ કરવા કોઈ મેસેજ આવે તો સાવધાન, આવી ફેક લિંક પર ક્લિક કરતાં જ હેકર્સ તમારા પૈસા ચાઉં કરી જશે

બેંક તરફથી કોઈ મેસેજ આવે તો સાવધાન


 

જો તમે ઓનલાઈન બેંકિંગ સર્વિસનો ઉપયોગ કરો છો તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. હેકર્સ તમારા જેવા યુઝર્સને શિકાર બનાવી પૈસા પાડી રહ્યા છે.

👉 ફેક પેજ પર પર્સનલ અને સંવેદનશીલ માહિતી માગવામાં આવે છે.

હેકર્સ બેંક યુઝર્સને ટેક્સ્ટ મેસેજ સાથે એક લિંક મોકલે છે. આ એક ફિશિંગ લિંક હોય છે.. આ લિંક પર ક્લિક કરતાં જ ‘(કોઈપણ બેંકની) ફિલ યોર ડિટેલ્સનામથી એક ફેક પેજ ખુલે છે. 

આ પેજમાં યુઝર્સે તેનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ તેમજ જન્મતારીખ સહિતની ડિટેલ ભરવાની હોય છે. આ સિવાય પેજ પર કાર્ડ નંબર, એક્સપાયર ડેટ, CVV નંબર સહિતની ડિટેલ પણ માગવામાં આવે છે. યુઝર્સ પૈસાની લાલચમાં આવીને વિચાર્યા વગર આ તમામ ડિટેલ ફરી ફોર્મ સબમિટ કરે એટલે તેને થેન્ક્યુ પેજ જોવા મળતું જેને જોઈ યુઝરને ખયાલ પણ ના આવે કે આ હેકર્સની માયાજાળ છે બેંકની કોઈ ઓફિશિયલ સાઈટ નથી.

👉 સાવધાન રહો, બેંક આવા કોઈપણ SMS કે ઈમેલ દ્વારા સંપર્ક કરતી નથી.

કોઈ પણ બેંક SMS અથવા ઈમેલ દ્વારા ગ્રાહકો સાથે સંપર્ક કરતી નથી, જેમાં યુઝરના અકાઉન્ટ સંબંધિત લિંક હોય. કોઈ પણ બેંક સુરક્ષા કારણોસર પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર CMS ટેક્નોલેજી જેવા વર્ડપ્રેસનો ઉપયોગ કરતી નથી.

👉 ફેક વેબસાઈટને કઈ રીતે ઓળખશો.

રિપોર્ટ પ્રમાણે આ ફેક વેબસાઈટ પર મોબાઈલ નંબર ફિલ્ડ માત્ર ન્યૂમેરિકલ વેલ્યુ એક્સ્પેટ કરતી હતી અને કોઈ ટેક્સ્ટ ઈનપુટ લેતી નહોતી. આ સિવાય ઈમેલ પાસવર્ડ ફિલ્ડ કેરેક્ટર્સનને હાઈડ કરવાને બદલે તેને પ્લેન ટેક્સ્ટમાં દર્શાવતી હતી. કાર્ડ નંબર ફિલ્ડ જે 16 અંકો સુધી સીમિત હોય છે, તે 16 અંકોથી પણ વધારે ડિજિટ એક્સેપ્ટ કરી રહી હતી. ફાઉન્ડેશને જણાવ્યું કે આ તમામ પ્રકારની ખામીઓ વેબસાઈટ ફેક છે તેની પુષ્ટિ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments