મિત્રો, બજેટ એટલે સરકાર વર્ષ દરમિયાન ક્યાંથી કેટલી કમાણી કરશે અને કેટલો ખર્ચ કરશે એનો જે હિસાબ થાય છે એ બજેટ છે. બજેટની અસર આપણા સૌ પર થાય છે. માટે એને સમજવી ખૂબ જરૂરી છે. જોકે બજેટમાં આવતા કેટલાક એવા શબ્દો જે આપણે સમજવા મુશ્કેલ હોય છે. અહી, આવા શબ્દો વિશે અમે માહિતી આપી છે. જેને જાણ્યા બાદ બજેટને સમજવું ખૂબ સરળ થઈ જશે.
1-ફાયનાન્સ બિલ અથવા નાણાં વિધેયક
એટલે કે, બજેટ રજૂ થયા બાદ સંસદમાં સરકાર ફાયનાન્સ બિલ રજૂ કરે છે. તેમાં સરકારની કમાણીને
લગતી વિગત આપે છે
2- એપ્રોપ્રિએશન બિલ અથવા વિનિયોગ વિધેયક
એટલે કે, ફાયનાન્સ બિલ સાથે જ એપ્રોપ્રિએશન બિલ પણ રજૂ કરવામાં આવે છે. તેમાં સરકારના ખર્ચને
લગતી વિગત હોય છે.
3- બજેટ એસ્ટીમેટ અથવા બજેટ અંદાજ
એટલે કે, આગામી નાણાકીય વર્ષ એટલે કે ફાયનાન્સિયલ યરમાં સરકાર આવક-ખર્ચને લગતા અંદાજ રજૂ
કરે છે, તેને બજેટ એસ્ટીમેટ કહે છે.
4- રિવાઈઝ્ડ એસ્ટીમેટ અથવા સુધારેલ અંદાજ
એટલે કે, ગત નાણાકીય વર્ષમાં સરકારે કમાણી અને ખર્ચને લગતા અંદાજ રજૂ કર્યો હતો, તેને ફરી સુધારીને રજૂ કરવામાં આવે છે, તો તેને રિવાઈઝૂડ એસ્ટીમેટ કહે છે
5- એક્ચ્યુઅલ અથવા વાસ્તવિક
એટલે કે, બે વર્ષ અગાઉ સરકારે હકીકતમાં જેટલી કમાણી કરી છે અને જેટલો ખર્ચ કર્યો છે તેને એક્ચ્યુઅલ કહે છે
6- ફિસ્કલ ડેફિસિટ અથવા રાજકોષીય ખાધ
એટલે કે, સરકારની કમાણી ઓછી છે અને ખર્ચ વધારે છે, એટલે કે સરકાર ખાધમાં છે, તો તેને ફિસ્કલ ડેફિસિટ કહે છે
7- ફિસ્કલ સરપ્લસ એટલે રાજકોષીય નફો
એટલે કે, સરકારની કમાણી વધારે છે અને ખર્ચ ઓછા છે,એટલે સરકાર ફાયદામાં છે, તો તેને ફિસ્કલ સરપ્લસ કહે છે
8- રેવન્યૂ ડેફિસિટ અથવા રાજકોષિય ખાધ
એટલે કે, સરકારે કમાણીનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, જોકે તેની કમાણી થઈ નહીં તો તેને રેવન્યૂ ડેફિસિટ કહે છે
9- ડિસઇન્વેસ્ટમેન્ટ અથવા શેર વેચાણ
એટલે કે, જ્યારે સરકાર જાહેર ક્ષેત્રની કંપનીમાંથી હિસ્સેદારી વેચીને કમાણી કરે છે તો તેને ડિસઈન્વેસ્ટમેન્ટ કહે છે
10- ટેક્સ અથવા કર
એટલે કે,
– – ડાયરેક્ટ ટેક્સઃ એવા ટેક્સ કે જે સરકાર સામાન્યનાગરિક પાસેથી પ્રત્યક્ષ રીતે મેળવે છે. જેમ કે ઈનકમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ વગેરે
– – ઈનડાયરેક્ટ ટેક્સઃ એવા ટેક્સ કેજે સામાન્ય નાગરિક પાસેથી પરોક્ષ રીતે મેળવવામાં આવે છે. જેમ કે એક્સાઈઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, સર્વિસ ટેક્સ વગેરે
11- ઈન્ક્મટેક્સ અથવા આવકવેરા
એટલે કે, આ વેરો તમારી કમાણી પર લાગે છે. આ ઉપરાંત કોઈ રોકાણ કરવામાં આવ્યું છે અને તેની ઉપર વ્યાજ મળી રહ્યા છે, તો તેની ઉપર પણ ઈનકમ ટેક્સ આપવો પડે છે
12- કોર્પોરેટ ટેક્સ
એટલે કે, કોર્પોરેટ, કંપનીઓ અથવા ફર્મ્સને પોતાની કમાણી પર સરકારને ટેક્સ આપવો પડે છે, તેને કોર્પોરેટ ટેક્સ કહેવામાં આવે છે.
13- એક્સાઇઝ ડ્યૂટી અથવા ઉત્પાદન શુલ્ક
એટલે કે, દેશમાં જ તૈયાર થતા માલ-સામાન પર જે ટેક્સ લાગે છે તેને એક્સાઈઝ ડ્યુટી કહે છે. તેને હવે GSTમાં સામેલ કરવામાં આવ્યો છે, જોકે પેટ્રોલ-ડીઝલ તથા શરાબ પર હજુ પણ એક્સાઈઝ ડ્યુટી લાગે છે
14- કસ્ટમ ડ્યૂટી અથવા સીમા શુલ્ક
એટલે કે, જે પણ સામાન અન્ય દેશમાંથી આવે છે અથવા અન્ય દેશમાં જઈ રહ્યો છે અથવા ઈમ્પોર્ટ-એક્સપોર્ટ પર કસ્ટમ ડ્યૂટી લાગે છે
15- કન્સોલિડેટેડ ફંડ અથવા સંકલિત ભંડોળ
એટલે કે, સરકાર જે પણ કમાણી કરે છે, તેને કન્સોલિડેટેડ ફંડમાં રાખવામાં આવે છે. તેમાંથી પૈસા કાઢવા માટે સંસદની મંજૂરી જરૂરી હોય છે
16- કંટિજન્સી ફંડ અથવા આકસ્મિક ભંડોળ
એટલે કે, અચાનક જરૂર પડવાના સંજોગોમાં સરકારજે ફંડમાંથી પૈસા કાઢે છે તેને કંટિજન્સી ફંડ કહે છે. તેમાંથી નાણાં ઉપાડવા માટે સંસદની મંજૂરીની જરૂર પડતી નથી
17- રેવન્યૂ એક્સપેન્ડિચર અથવા મહેસૂલી ખર્ચ
એટલે કે, દેશ ચલાવવા માટે સરકારે જે ખર્ચની જરૂર પડે છે તેને રેવન્યૂ એક્સપેન્ડિચર કહે છે, તેનો ખર્ચ સબસિડી આપવા, સેલરી આપવા, ધિરાણ આપવા, રાજ્ય સરકારોને ગ્રાન્ટ આપવામાં થાય છે
18- કેપિટલ એક્સપેન્ડિચર અથવા મૂડીગત ખર્ચ
એટલે કે, એવા ખર્ચ કે જેનાથી સરકારને કમાણી થાય છે, તેને કેપિટલ એક્સપેન્ડિચર કહે છે. આ ખર્ચ સરકાર કોઈ રોકાણમાં અથવા શાળા-કોલેજ, માર્ગ, હોસ્પિટલ તૈયારવા પાછળ કરે છે
19- શોર્ટ ટર્મગેન અથવા ટૂંકાગાળાનો મૂડીલાભ
એટલે કે, જ્યારે કોઈ શેર બજારમાં એક વર્ષથી ઓછા સમયમાટે નાણાં રોકીને તેની ઉપર નફો કમાય છે, તો તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેન કહે છે
20- લોગ ટર્મ ગેન અથવા લાંબા ગાળાના મૂડીગત લાભ
એટલે કે, જ્યારે કોઈ શેરબજારમાં એક વર્ષથી વધારે સમય સુધી રોકાણ કરી તેની ઉપર કમાણી કરે છે તો તેને લોંગ ટર્મ કેપિટલ ગેન કહે છે