સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે શું ”Sukanya Samriddhi Yojana 2021”?
આજે આપણે, સુકન્યા સમૃદ્ધિ યોજના ”Sukanya Samriddhi Yojana 2021” વિશે સંપૂર્ણ વિગતવાર જાણીશું. ઘણા લોકો છે કે જેઓ આ યોજના વિશે સંપૂર્ણ જાણકારીના અભાવને કારણે યોજનાનો લાભ લઈ શકતા નથી, તેથી આશા છે કે આ લેખ વાંચ્યા પછી, તમને અપાર સહાય મળશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના”Sukanya Samriddhi Yojana 2021” એટલે દીકરીના જન્મ સાથે જ માતા-પિતા તેના ભવિષ્યની ચિંતા વિશે ચિંતા કરવાનું શરૂ કરે છે. આ જ કારણ તેઓ તેના નામથી બચત કરવાનું શરૂ કરી દે છે. ભારત સરકારે દીકરીઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરી છે. સરકારે દીકરીના તેજસ્વી ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી હતી, તે ધ્યેય સાથે કે માતા-પિતાએ દીકરીના ભણતર અને તેના લગ્ન માટે ચિંતિત ના થવું પડે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે ઓછામાં ઓછા 250 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો. આ યોજનાનો લાભ ફક્ત 10 વર્ષથી નાની ઉંમરની દીકરીઓને જ મળશે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદા :
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હાલમાં 7.6 ટકાના દરથી વાર્ષિક વ્યાજ મળે છે. આ યોજનામાં રોકાણ કરવાથી દીકરીને 21 વર્ષની ઉંમરમાં મોટી રકમ મળે છે. ખાસ વાત એ કે વધારે રકમ જમા કરીને આ યોજનામાં મેચ્યોરિટી પર લગભગ 60 લાખની રકમ પ્રાપ્ત કરવામાં આવી શકે છે. જે દીકરીને ભવિષ્યમાં કામ લાગી શકે છે. આ યોજના પોસ્ટ ઓફિસની હોવાથી રોકાણ પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે.
કેટલું વ્યાજ દરથી મળે છે?:
પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર 7.6 ટકાના હિસાબે વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે.
કેટલા વર્ષ રોકાણ કરવાનું હોય છે?
આ યોજનામાં ફક્ત 14 વર્ષ રોકાણ કરવાનું હોય છે. ત્યારબાદ દીકરીની ઉંમર 21 વર્ષ થવા પર મેચ્યોરિટી મળી જાય છે. 14 વર્ષ પછી ક્લોઝિંગ રાશિ પર 7.6 ટકા વાર્ષિક વ્યાજ દરના હિસાબે વ્યાજ મળે છે.
ખાતું કઈ રીતે ખોલાવી શકાય છે અને ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે ?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવા માટે નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે. ત્યાં દીકરીનું બર્થ સર્ટિફિકેટ, માતા-પિતાનો આધાર કાર્ડ, ત્રણ ફોટા અને ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા પડશે. ત્યારબાદ તમારું ખાતું ખુલી જશે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા રોકાણથી શરૂઆત કરી શકો?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઓછામાં ઓછા 250 રૂપિયાથી રોકાણની શરૂઆત કરવામાં આવી શકે છે. તેમાં વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. આ સ્કીમનો લાભ લેવા માટે છોકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ યોજનાના વ્યાજ દરને ત્રણ મહિને રિવાઇઝ કરવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 3 છોકરીઓ સુધી એકાઉન્ટ ખોલવામાં આવી શકે છે. આ યોજનામાં તમને આયકરના નિયમની કલમ 80C હેઠળ છૂટ પણ મળે છે.
21 વર્ષમાં મળશે 21.21 લાખ રૂપિયા :
જો તમે દીકરીના નામ પર તેની 1 વર્ષની ઉંમરમાં એકાઉન્ટ ખોલાવો છો, અને દર વર્ષે 50,000 રૂપિયા જમા કરાવો છો, તો 7.6 ટકા વ્યાજ દરના હિસાબે એકાઉન્ટ મેચ્યોર થવા પર તમારી દીકરીને લગભગ 21.21 લાખ રૂપિયા મળશે.
સુકન્યા સમૃદ્ધિમાંથી પૈસા કેવી રીતે પાછા ઉપાડી શકાય?
જો તમારે સુકન્યા સમૃદ્ધિમાંથી પૈસા ઉપાડવા માંગતા હોય, તો પછી તમે ફક્ત બે સ્થિતિમાં પૈસા ઉપાડી શકો છો, સૌ પ્રથમ, છોકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ પછી, તમે ભણતર માટે નાણાં ઉપાડી શકો છો. અને 18 વર્ષની વય પૂર્ણ કર્યા પછી, જો તમે કોઈ કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે પૈસા ઉપાડી શકો છો.
પરંતુ , અહીં પણ એક નિયમ છે કે તમે તમારી કુલ રકમમાંથી ફક્ત 50% જ ઉપાડી શકો છો.
બીજી શરત, જો છોકરી 21 વર્ષની ઉંમરે પહોંચી ગઈ હોય અને તે લગ્ન માટે પૈસા ઉપાડવા માંગે છે, તો તે કિસ્સામાં તમે કુલ રકમ પાછા લઈ શકો છો. તેથી સુકન્યા સ્મર્ધી યોજના આ બે મોટા ઉદ્દેશોથી લાવવામાં આવી હતી.
શું આપણે સમય પહેલાં ખાતું બંધ કરી શકીએ ?
એવા ઘણા લોકો પૂછતા રહે છે કે શું આપણે સમય પહેલાં ખાતું બંધ કરી શકીએ છીએ, તેથી આ એકાઉન્ટનો જવાબ કોઈ કારણ વગર તમે ક્યારેય સમૃદ્ધિ ખાતું બંધ કરી શકતા નથી. એકાઉન્ટ અકાળે બંધ થઈ શકે તે માટેના ત્રણ કારણો છે.
👉પ્રથમ કારણ એ છે કે જો કોઈ કારણોસર યુવતીનું મોત થાય છે, તો એકાઉન્ટ બંધ થઈ શકે છે,
👉બીજું કારણ જો જીવન જોખમમાં હોય તો એકાઉન્ટ બંધ કરી શકાય છે અને
👉ત્રીજું જો કોઈ કારણોસર યુવતી એનઆરઆઈ બને છે.
જો તમે ઇચ્છતા હોવ તો, સમય પહેલાં જ એકાઉન્ટ બંધ કરી શકાય છે અને તેમાં સંપૂર્ણ પૈસા પણ ઉપલબ્ધ થશે.
👉આ માહિતી:અન્ય ન્યુઝ એજન્સીઓના આર્ટિકલમાંથી સંપાદન કરી લીધેલ છે.