કોકોનટ મિલ્ક શેક કેવી રીતે બનાવશું.
ઉનાળાના બળબળતા તાપમાં આપણે શરીરને ઠંડક પહોંચાડે તેવા કોલ્ડ ડ્રીંક્સ પીતા હોઇએ છીએ. પણ શું તમે ક્યારેય નાળીયેર શેક પીધો છે? કાચુ નાળીયેર, નાળીયેરની ચટણી, નાળીયેર પાણી તો તમે ઉપયોગમાં લેતા જ હશો. આપણે કાચુ નાળીયેર, નાળીયેરની ચટણી, નાળીયેર પાણી તો તમે ઉપયોગમાં લેતા જ હશો. પણ, આજે આપણે બનાવીશું નાળીયેર મિલ્ક શેક.
👉 કોકોનેટ મિલ્ક શેક બનાવવાની સામગ્રી :-
👉 1 કપ નાળિયેર
👉 1 ગ્લાસ નાળિયેર પાણી
👉 1 કપ દૂધ
👉 2 ચમચી ખાંડ
👉 આઈસ ક્યુબ
👍 કોકોનટ મિલ્ક શેક કેવી રીતે બનાવશું. :-
કોકોનેટ મિલ્ક શેક બનાવવા સૌ પ્રથમ એક બ્લેન્ડરમાં નાળીયેર, નાળીયેર પાણી, દૂધ અને ખાંડ મેળવી બ્લેન્ડ કરી દો. ત્યાં સુધી ફેરવો જ્યાં સુધી સ્મુથ પેસ્ટ ન બની જાય. તૈયાર છે તમારો કોકોનેટ મિલ્ક શેક તમે તેમાં આઇસ ક્યુબ ઉમેરીને સર્વ કરી શકો. આ શેક બાળકોને ખુબજ ભાવશે. શરીરને પણ નુકસાન નહી કરે તો આ ઉનાળામાં જરૂર એકવાર આ ટ્રાઇ કરજો.